દેશભરમાં અંગ દઝાડતી જીવલેણ ગરમી વચ્ચે બિહારથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બુધવારે બિહારના બેગુસરાયની શાળાઓમાં વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી કારણ કે તેઓ સખત ગરમી વચ્ચે અભ્યાસ કરી રહી હતી. વાસ્તવમાં મતિહાની બ્લોકની મતિહાની મિડલ સ્કૂલમાં કાળઝાળ ગરમીને કારણે લગભગ 18 વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ જેમને સારવાર માટે મોટીહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર આપવામાં આવી રહી છે.બિહારના બેગુસરાયમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, બુધવારે બિહારના બેગુસરાઈ અને શેખપુરામાં લગભગ 48 સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ ગઈ અને ક્લાસ રૂમમાં પડી ગઈ. આકરી ગરમી છતાં તમામ શાળાઓ ખુલ્લી છે. મિડલ સ્કૂલ મોટીહાનીમાં અચાનક 10 વાગ્યાની આસપાસ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જવા લાગી હતી. આ પછી શાળામાં જ પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહ દ્વારા પ્રથમ ORS સોલ્યુશન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં બેહોશ થવાની પ્રક્રિયા ચાલુ રહી હતી ત્યારબાદ તમામ વિદ્યાર્થીનીઓને સારવાર માટે મોટીહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ 14 વિદ્યાર્થીનીઓ મોટીહાની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …