કચ્છમાં લગાતાર આવતા રહેતા ધરતીકંપના આંચકાના કારણે જિલ્લાની જમીન સતત ધ્રુજી રહી છે. આજે બપોરે 2.7 મિનિટે વધુ એક 3ની તીવ્રતાના આંચકાથી ધરતીકંપના આફ્ટરશોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. ગત તા. 8ના ગુરૂવાર સવારે 9 કલાકે ભચાઉના કંથકોટ નજીક 4.2ની તીવ્રતાના માધ્યમ કક્ષાના ભૂકંપથી લોકોમાં ચિંતા ફેલાઈ હતી ત્યાં આજે મંગળવારે ફરી એક ભૂકંપનો આંચકો આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે.
આજે મંગળવાર બપોરે 2.7 મિનિટે અંજાર તાલુકાના દુધઈથી 25 કિલોમીટર દૂર ઉત્તર દિશાએ કેન્દ્રબિંદુ ધરાવતો 3 ની તીવ્રતાનો ધરતીકંપ નો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ કચેરી ખાતે અંકિત થયો હતો. જોકે આજે આવેલા આંચકાની ખાસ અસર જણાઈ ના હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું. પરંતુ સતત ધરા ધ્રુજવાની ઘટનાના પગલે કચ્છના પેટાળમાં સળવળાટ થતો હોવાનું જરૂર સામે આવ્યું હતું.