અમદાવાદમાં રાત સુધી વરસાદી માહોલ જામેલો રહેશે. ખાસ કરીને આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ સહીત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહીત 15 જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. જયારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
મોડી રાતથી જ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ફરી એકવાર રાજ્યમાં ચોમાસું જામ્યું છે.