Breaking News

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીના આરોપ કલમ 354 અને 509 હેઠળ FIR

મુંબઈ પોલીસે સોમવારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં FIR નોંધી છે. તેની સાથે શોના અન્ય બે લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. અસિત મોદી છેલ્લા કેટલાક સમયથી જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહ્યા છે. એક અભિનેત્રીએ તેની સામે FIR નોંધાવી છે. અભિનેત્રીએ શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે પણ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો. શોમાં ‘રોશનસિંહ સોઢી’ની પત્નીની ભૂમિકા નિભાવનાર ‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર જાતીય સતામણીના ગંભીર આરોપો લગાવ્યા હતા.

ગત મહિને એક્ટ્રેસે સેટ પર કથિત જાતીય સતામણી માટે અસિત મોદી, સોહેલ રમાની અને જતિન બજાજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તેમનું નિવેદન પણ નોંધ્યુ હતું. ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેઠળ FIR નોંધવામાં આવી છે.

About chanchal bhuj bhuj

Check Also

ઈરાનના રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. ઈરાનની સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »