રાજકોટ શહેરની ધોરણ પાંચની માસુમ દીકરી પર હોટલ તિલકનાં કર્મચારીએ દુષ્કર્મ કર્યાનું સામે આવ્યું છે. હોટલ તિલકના કર્મચારી ગૌતમ ચુડાસમાએ છોકરીની મજબૂરીનો લાભ લઇને તેના પર દુષ્કર્મ આચર્યું છે. આ નરાધમ ગૌતમ સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટનાં નિર્મલા રોડ વિસ્તારમાંથી ત્રણ દિવસ પહેલા એક 10 વર્ષની બાળા રાતે પોતાના ઘરેથી અચાનક ગુમ થઇ ગઇ હતી. બીજા દિવસે સવારે જ્યારે તે મળી ત્યારે તે દુષ્કર્મનો શિકાર થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ દીકરીએ જણાવ્યા બાદ સ્થાનિક પોલીસે અપહરણનો ગુનાની ફરિયાદમાં પોક્સો સહિતની કલમ ઉમેરીને નરાધમ ગૌતમ ને ઝડપી પાડી ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, આ 10 વર્ષની છોકરીએ મોબાઇલ અને કૂતરું લાવવાની જીદ કરી હતી. જેની જીદ માતાપિતા ન માનતા તે ઘરેથી કહ્યા વગર જતી રહી હતી. આ છોકરી રાતના અગ્યાર વાગ્યાની આસપાસ તેના પિતાનો મોબાઇલ લઇને જતી રહી હતી. દીકરીએ જણાવ્યુ હતુ કે, તે ઘરેથી નીકળીને કોટેચા ચોક પાસેની કે.કે. હોટલમાં પહોંચી હતી. જ્યાં તેને રૂમ આપવાની ના પાડી દીધી હતી. જેથી તે હોટેલની બહાર નીકળી હતી. આ સમયે તેની પાછળ પાછળ એક શખ્સ આવી પોતે રૂમની વ્યવસ્થા કરી આપશેની તેવી વાત કરી હતી. જેથી દીકરી તે વ્યક્તિની વાતમાં આવી ગઇ હતી. જે બાદ તે નરાધમ તેને તિલક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેને દીકરીનો ફાયદો ઉઠાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યા હતુ.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …