શક્તિપીઠ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ નીજ મંદિરમાં લઈ જવા તેમજ તેને વધેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. પાવાગઢ મંદિર પરિસર તેમજ આજુબાજુની જગ્યાઓમાં શ્રીફળના કુચા તેમજ તેને લઈને ગંદકી થતી હોવાને લઈને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરાયો છે. સાથે જ પાવાગઢ માંચી ખાતે શ્રીફળ ફોડવા માટેનું મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મૂકવામાં આવ્યું છે. તેમ છતાં આજે મોટા ભાગના ભક્તો માર્ગ પર શ્રીફળ વધેરી રહ્યા છે. પાવાગઢ મંદિરના પ્રવેશદ્વારે શ્રીફળનો ખડકલો જોવા મળી રહ્યો છે. એક પણ શ્રદ્ધાળુએ માંચીમાં મુકેલા મશીનમાં શ્રીફળ વધેર્યું નથી. બહારથી આવતા મોટા ભાગના ભક્તો શ્રીફળના નિર્ણયથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. ભક્તો માંચીમાં મુકેલા મશીનમાં શ્રીફળ વધેરવાને બદલે મંદિરના માર્ગો પર જ શ્રીફળ વધેરી રહ્યા છે. પાવાગઢ મંદિર પર ચાલતા જવાના માર્ગના પ્રવેશદ્વારે જ શ્રીફળોનો ખડકલો જોવા મળી રહ્યો છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …