સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ H3N2 પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યા બાદ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થતા ફરી એક વખત શહેરનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા 55 વર્ષીય પ્રોઢનું માત્ર ત્રણ કલાકમાં મોત નીપજ્યું છે. પ્રોઢને કોરોના હતો કે ફ્લુ હતો તે અંગે નિદાન થઈ શક્યું નથી. હાલ મૃતકના સેમ્પલોને ટેસ્ટિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.
હોસ્પિટલમા દાખલ કરાયાના ત્રણ કલાકમાં જ તેઓનું મૃત્યુ થયું હતું. જેથી હોસ્પિટલ સત્તાધીશો દ્વારા તેમના સેમ્પલ એકત્ર કરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. પ્રોઢને ફેફશામાં ઇન્ફેક્શન કોરોનાને લીધે હતું કે સ્વાઈન ફ્લૂને લીધે હતું તે રિપોર્ટ આવ્યા બાદ નક્કી થઈ શકશે.