અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. તેઓ પ્રભાસની ફિલ્મ “પ્રોજેક્ટ K”નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઈ છે. હૈદરાબાદમાં ચેકઅપ બાદ તેમને મુંબઈ મોકલવામાં આવ્યા હતા.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું – પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ કરવામાં આવ્યું છે.
બિગ બીએ લખ્યું, “હું સાજો નહીં થાઉં ત્યાં સુધી તમામ કામકાજ અટકાવી દેવામાં આવ્યાં છે. હું જલસામાં આરામ કરી રહ્યો છું. જરૂરી કામ માટે જ હું થોડું ચાલીશ. હા, આરામ કરવાનું તો ચાલુ રહેશે. મારા માટે આ કહેવું ઘણું મુશ્કેલ છે, પરંતુ હું જલસાના ગેટ પર મારા ફેન્સને મળી શકીશ નહીં, માટે તેઓ ન આવે.
