એબીસી ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ક્રિસ્ટીના પચેકો નામની આ મહિલાએ જણાવ્યું કે, ગત ઓક્ટોબરમાં સી સેક્શન દ્વારા બાળકોને જન્મ આપ્યા બાદ તેને એવું ઈંફેક્શન થયું કે, તેના બંને હાથ-પગ કાપવા પડ્યા હતા. ક્રિસ્ટીનાએ એક સી સેક્શન ડિલીવરી દ્વારા પોતાના બાળકનું સ્વાગત કર્યું, જે બાદ તે ટેક્સાસની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગઈ, પણ ઘરે આવ્યા બાદ તેને તાવ અને શ્વાસ લેવામાં તકલીફો થવા લાગી અને બાદમાં ઉલ્ટીઓ પણ થઈ.
પહેલા તો તેને લાગ્યું કે, આ લક્ષણ સિજેરિયન બાદ થઈ રહેલા રિકવરીના હોય શકે. નર્સે તેને આઈબૂપ્રોફેન લેવાની સલાહ આપી. પણ તેમ છતાં પણ તેને આવી તકલીફો રહેવા લાગી. ત્યાર બાદ તે ડોક્ટર પાસે ગઈ, જ્યાંથી તેને તુરંત લોકલ ઈમરજન્સીમાં મોકલી દેવામાં આવી. ત્યાંથી તેને તુરંત સૈન એંટોનિયો હોસ્પિટલ એરલિફ્ટ કરીને લઈ જવામાં આવી. જ્યાંથી જાણવા મળ્યું કે, તેને સેપ્ટિક શોક લાગી ગયો છે. તેમાં શરીર કોઈ ઈંફેક્શનથી ખૂબ જ વધારે પ્રભાવિત થઈ જાય છે.
ક્રિસ્ટીનાએ એબીસીને જણાવ્યું કે, મને ફક્ત એ યાદ છે કે, હું શ્વાસ લઈ શકતી નહોતી અને મને કંઈ દેખાતું પણ નહોતું. ધીમે ધીમે હું બેભાન થવા લાગી. હું ફક્ત મારા પતિની વાત સાંભળી શકતી હતી, પ્લીઝ પાછી આવતી રહે.અમારા બાળકો, મારે તારી જરુર છે. મને આ બાળકો સાથે તારી મદદની જરુર છે. મને ફક્ત આટલી વાતો યાદ છે.
એબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર, તેના અંગ કાપવાની શરુઆત સર્જરી ઉપરાંત, ક્રિસ્ટીનાએ ખુલાસો કર્યો કે, કેટલાય અઠવાડીયામાં તેણે લગભગ એક ડઝન જેટલા સ્કીન ગ્રાફ્ટ પણ કરાવ્યા, કારણ કે તેના અંગની આજૂબાજૂની ત્વચા ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. તેના બે મહિના માટે હોસ્પિટલમાં રાખવામાં આવી હતી, જ્યાંથી તેને રીહૈબિલિટેશન સેન્ટરમાં મોકલી દેવામાં આવી હતી.