છેલ્લા કેટલાક સમયથી સતત અચાનક હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. રાજ્યમાં વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયું છે. ચાલું ક્રિકેટ મેચ દરમિયાન મેદાન પર જ યુવકને એટેક આવ્યો હતો. જેથી ચાલુ મેચ દરમિયાન વસંત રાઠોડ નામના યુવાનનું ત્યાજ મોત થઈ ગયું હતું. ભાડજમાં ક્રિકેટ રમતા રમાત આ યુવાનનું મોત થઈ ગયુ હતું. મળતી વિગતો પ્રમાણે વસંત રાઠોડ નામના યુવાનનું ચાલુ ક્રિકેટ દરમિયાન મોત થયું હતું. આ મોતની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મૃતક પાટડીના ધામા ગામના વતની હતા.
