સેન્સેક્સ લગભગ 450 અંક તૂટીને 60,200 નજીક ટેન્ડ કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 140 અંક નીચે છે. જે 17700ની નજીક કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ અને આઈટી સ્ટૉક્સ સેલિંગમાં સૌથી આગળ છે. સેન્સેક્સના 30 શેરમાંથી 28માં ઘટાડો નોંધાયો છે.
નિફ્ટીના ટોપ લૂઝરમાં અદાણી એન્ટરપ્રાઇઝીઝ છે. જે 7% થી વધારે ઘટ્યા છે. અદાણી ગ્રુપના બધા 10 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. અદાણી પાવર, ગ્રીન એનર્જી, ટોટલ ગેસ અને વિલ્મરમાં 5-5% નો ઘટાડો જોવા મળ્યો છે. એનડીટીવી પણ 4% નીચે છે. ત્યાં જ ગ્રુપના સિમેન્ટ સ્ટોક ACC માં 1.5% અને અંબુજા સિમેન્ટમાં 2% નો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી પોર્ટ્સના શેર પણ લગભગ 2% નીચે ટ્રેડ કરી રહ્યા છે.