ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરી થી 29 માર્ચ સુધી મળશે

રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ આ વર્ષનું આ પહેલું સત્ર છે. જેથી તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ 2023-24 નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના 25 દિવસ રહેશે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »