આયકર વિભાગે માર્ચ 2023 સુધી પાનકાર્ડને ફરજિયાત આધાર સાથે લિન્ક કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે જો આમ નહીં કરે તો પાન નંબર રદ થશે અને રિટર્ન ફાઈલ નહીં કરી શકે. અમદાવાદ ખાતે આયકર વિભાગમાં એકથી વધુ પાનકાર્ડ ધરાવતા લોકોના પાન નંબર કેન્સલ કરાવવા વિભાગમાં પ્રતિદિન 70 અરજી આવે છે. બોગસ પાનકાર્ડ કેન્સલ કરાવવા કરદાતાની હોડ લાગી છે. 5 માસમાં પકડાયેલા 5 હજાર બોગસ નંબર રદ કરાયા છે.
અમદાવાદમાં આંબાવાડી પ્રત્યક્ષકર ભવનમાં 20 અને વેજલપુર આયકર ભવનમાં 50 એમ બે સેન્ટર પર પ્રતિદિન 70 જેટલી અરજી આવે છે. મહિને અમદાવાદમાં 1000થી 1200 પાન કેન્સલ કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં સૌથી વધુ વેજલપુર વિસ્તારમાંથી લોકોના પાનકાર્ડ રદ કરાઈ રહ્યા છે. જેમને પોતાના ભળતા અથવા બીજા નામ પર કે આધારમાં ફેરફારથી ડુપ્લિકેટ પાનકાર્ડ બની જતા હોવાના કિસ્સા વધુ જોવા મળે છે.