Breaking News

પ્રસંગમાં આવેલા સંબંધીઓ ફોટો પડાવા ગયા; પાછળથી બે તસ્કરો ટેબલ પર મુકેલા 9 લાખની ભેટના પર્સ ઉપાડી ફરાર

લગ્ન પ્રસંગે આવેલા રોકડ અને દાગીનાના ભેટનું પર્સ ત્રણ સંબંધીઓ ટેબલ પર મૂકી ફોટો પડાવા જતાં બે તસ્કરો 9 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મોડાસાના મેઘરજ રોડ પર આવેલા એક પાર્ટીપ્લોટમાં પ્રજાપતિ પરિવારની દીકરીના લગ્ન હતા. લગ્ન પૂર્ણ થયા બાદ લગ્ન નિમિત્તે આવેલા રોકડ અને દાગીનાના ભેટનું પર્સ ત્રણ સબંધીઓ ગેટ પાસે રાખેલા ટેબલ પર મૂકી લગ્ન મંડપમાં ફોટો પડાવવા ગયા. ત્યારે બે તસ્કરો નવ લાખની રોકડ અને દાગીના ભરેલા પર્સ લઈ દોડતા દોડતા એક કારમાં બેસી પલાયન થઈ ગયા હતા.
નાના કિશોર જેવા લાગતા બે તસ્કરો દ્વારા 9 લાખની ચોરી કરી એક કારમાં બેસી ને જાય છેની સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે કેદ થઈ છે. મોડાસા પોલીસે સીસીટીવી આધારે તસ્કરોની તપાસ હાથ ધરી છે. ત્યારે દીકરીના લગ્નની ખુશીનો પ્રસંગ નિરાશામાં ફેરવાયો છે.

About chanchal bhuj bhuj

Check Also

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ:સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »