Breaking News

‘પોર્ન વીડિયો જોઈને ફેલ થયો’, વળતર લેવા આવેલા યુવાનને સુપ્રીમે ઉલટાનો ફટકાર્યો તગડો દંડ

મધ્યપ્રદેશના યુવાન આનંદ કિશારે સુપ્રીમ કોર્ટમાં એક વિચિત્ર અરજી દાખલ કરી. યુવાને તેની ફરિયાદમાં લખ્યું યૂટ્યૂબ પર અશ્લીલ અને ભડકાઉ પોર્ન વીડિયોની જાહેરાત જોઈને મારુ ધ્યાન ભટકી ગયું હતું અને તેને કારણે તે મધ્યપ્રદેશ પોલીસની પરીક્ષામાં ફેલ થયો હતો તેથી યૂટ્યુબને તેને 75 લાખનું વળતર અપાય તેનો નિર્દેશ આપવામાં આવે.

સુપ્રીમની ખંડપીઠને યુવાનની આ વિચિત્ર ફરિયાદ ટાઈમ બગાડતી લાગી અને તેને તત્કાળ ફગાવી દઈને યુવાનને 1 લાખનો દંડ ફટકારી દીધો. પાછળથી હિન્દીમાં દલીલ કરનારા અરજદારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તેમને માફ કરવામાં આવે અને લાદવામાં આવેલા દંડને દૂર કરવામાં આવે ત્યાર બાદ સુપ્રીમે દંડ 1 લાખથી ઘટાડીને 25,000 કરી નાક્યો હતો.

ખંડપીઠે જણાવ્યું હતું કે, “આ કલમ 32 (બંધારણની) હેઠળ દાખલ કરવામાં આવેલી સૌથી અત્યાચારી અરજીઓમાંની એક છે.” આવી અરજીઓ કોર્ટનો સમય બગાડતી હોય છે.

અરજદારે દાવો કર્યો છે કે તે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કર્યું હતું, જ્યાં તેણે કથિત જાતીય સામગ્રીવાળી જાહેરાતો જોઈ હતી. સુપ્રીમે કહ્યું કે “જો તમને કોઈ જાહેરાત ન ગમતી હોય, તો તેને જોશો નહીં. ખંડપીઠે કહ્યું કે તે શા માટે જાહેરાતો જોવાનું પસંદ કરે છે તે તેનો વિશેષાધિકાર છે.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »