16 તારીખથી ધનારક કમુરતાં મકર સંક્રાંતિ પછી લગ્ન માટે મુહૂર્ત

16 તારીખે સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરશે અને ધનુર્માસ શરૂ થઈ જશે.  આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્યો થઈ શકે નહીં. ધનુર્માસ 14 જાન્યુઆરી 2023 સુધી રહેશે. તે પછી લગ્ન માટે મુહૂર્ત મળી શકશે.

16 ડિસેમ્બરે સાંજે લગભગ 7 વાગે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. જેથી ધનુર્માસ શરૂ થઈ જશે. આ મહિનો 14 જાન્યુઆરી સુધી રહેશે. મકર સંક્રાંતિ સાથે ધનુર્માસ પૂર્ણ થઈ જશે.

ધનુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે તો જીવનમાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય છે. સૂર્ય સિવાય દેવગુરુના મંત્રનો જાપ કરવો પણ લાભકારી માનવામાં આવે છે. નિત્ય મંદિર જઈને દેવ દર્શન કરવા પણ ફળદાયી રહે છે.

આવતા વર્ષે હોળી પહેલાં લગ્ન માટે 23 મુહૂર્ત રહેશે. 28 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થશે. એટલે હોળી પહેલાંના આઠ દિવસ માંગલિક કાર્યો માટે શુભ માનવામાં આવતાં નથી. તે પછી 15 માર્ચથી મીનમાસ રહેશે. આ દરમિયાન લગ્ન થઈ શકે નહીં. એટલે 4 મેથી લગ્નની સિઝન શરૂ થશે. જે 27 જૂન સુધી રહેશે.

જાન્યુઆરી: 15, 16, 18, 19, 25, 26, 27, 30 અને 31
ફેબ્રુઆરી: 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 22, 23 અને 28

About chanchal bhuj bhuj

Check Also

ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »