નેપાળમાં હિંસાનો નવો રાઉન્ડ : જેલ તોડવાનો પ્રયાસ, સૈન્યના ગોળીબારમાં 2 કેદીઓનાં મોત

by admin
0 comments

નેપાળમાં હિંસાનો નવો રાઉન્ડ : જેલ તોડવાનો પ્રયાસ, સૈન્યના ગોળીબારમાં 2 કેદીઓનાં મોત

કાઠમંડુ

નેપાળમાં રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલ વચ્ચે ફરી એક વાર હિંસક પરિસ્થિતિ સર્જાઈ છે. રામેછાપ જિલ્લામાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, જેને રોકવા માટે તહેનાત સૈન્યએ ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં બે કેદીઓના મોત થયા છે, જ્યારે 10થી વધુ કેદીઓ ઘાયલ થયા છે. સેનાનું નિયંત્રણ લાગુ થયા બાદ કેદીઓ પર ગોળીબારની આ પહેલી મોટી ઘટના માનવામાં આવી રહી છે.

બાંગ્લાદેશી નાગરિક સરહદ પરથી પકડાયો

કાઠમંડુ જેલમાંથી ભાગી ગયેલો એક બાંગ્લાદેશી નાગરિક ભારત-નેપાળની સરહદ પરથી ઝડપાયો છે. આ વ્યક્તિનું નામ મોહમ્મદ અબુલ હસન ઢાલી હોવાનું જાણવા મળ્યું છે. ઢાલી પર સોનાની તસ્કરીનો આરોપ હતો અને તે છેલ્લા પાંચ વર્ષથી કાઠમંડુની જેલમાં કેદ હતો.

ભારત-નેપાળ બોર્ડર પર પેટ્રોલિંગ દરમ્યાન SSBની 47મી બટાલિયને બુધવારે બપોરે ત્રણ વાગ્યે ઢાલીને કસ્ટડીમાં લીધો હતો. કમાન્ડન્ટ સંજય પાંડેએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી નેપાળની પરિસ્થિતિ બદલાતા સરહદ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. તપાસ દરમ્યાન ઢાલીએ કબૂલ્યું કે તે જેલ બ્રેકનો લાભ લઈને ભાગી આવ્યો હતો અને રક્સૌલ સુધી પહોંચ્યો હતો.

નેપાળમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ

નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા આંદોલન, હિંસક ઘટનાઓ અને રાજકીય અનિશ્ચિતતા વચ્ચે હવે જેલ તોડવાની ઘટનાઓએ પરિસ્થિતિને વધુ તંગ બનાવી છે. સૈન્ય તહેનાત હોવા છતાં કેદીઓ દ્વારા ભાગવાના પ્રયાસો થવા એ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે કેદીઓએ જેલ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેને કાબૂમાં લેવા માટે મજબૂરીમાં ગોળીબાર કરવો પડ્યો. હાલ જેલ તથા આજુબાજુના વિસ્તારોમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

You may also like

Leave a Comment