દિલ્હી-NCR રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટનો નવો આદેશ

by chanchal bhuj bhuj
0 comments

દિલ્હી-NCR રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટનો નવો આદેશ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 11 ઓગસ્ટે કોર્ટ દ્વારા તમામ રખડતા શ્વાનોને પકડીને શેલ્ટર હોમમાં ખસેડવા આદેશ આપ્યા બાદ દેશભરના પશુપ્રેમીઓએ જોરદાર વિરોધ કર્યો હતો.

આજે, શુક્રવારે સુપ્રીમ કોર્ટે પોતાના પૂર્વ આદેશમાં ફેરફાર કરતા સ્પષ્ટ કર્યું કે હવે શ્વાનોની નસબંધી અને રસીકરણ બાદ તેમને તેમના જ વિસ્તારમાં પાછા છોડવામાં આવશે.

કોર્ટએ સાથે જ નિર્દેશ આપ્યો છે કે જે શ્વાનો હિંસક સ્વભાવના હોય અથવા ગંભીર રીતે બીમાર હોય, એવા શ્વાનોને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. બાકીના તમામ શ્વાનોને તેમના મૂળ વિસ્તારમાં જ પરત મુકવામાં આવશે.

આ નિર્ણયથી પશુપ્રેમીઓમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

You may also like

Leave a Comment