ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે. રવિવારે કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં પાઇલોટ સહિત કુલ 6 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આર્યન કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટના ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ નારાયણ વચ્ચે બની હતી. હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના અંગે માહિતી આપતાં ઉત્તરાખંડના એડીજી લો એન્ડ ઓર્ડર ડૉ. વી મુરુગેશને જણાવ્યું હતું કે દેહરાદૂનથી કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડમાં ગુમ થઈ ગયું હતું.આ અકસ્માતોને ધ્યાનમાં રાખીને કેદારનાથ રૂટ પર હેલિકોપ્ટરની મુસાફરી ઓછી કરવામાં આવી છે. દરરોજ 60 હેલિકોપ્ટર ટ્રીપ ઘટાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરેરાશ હેલિકોપ્ટર દરરોજ 200થી 250 ટ્રીપ કરે છે. સતત અકસ્માતો બાદ DGCA એ આ નિર્ણય લીધો છે. DGCA એ કેદારનાથ રૂટ પર કડક નિયમો લાગુ કર્યા છે. આ નવા આદેશ મુજબ, ગુપ્તકાશીથી હેલિકોપ્ટર એક કલાકમાં 2 વખત ઉડાન ભરશે. હેલિકોપ્ટર 8 કલાકમાં કુલ 16 વખત ઉડાન ભરી શકશે.
33
previous post

