AAP સંગઠનમાં ફેરફાર, ગોપાલ રાય ગુજરાતના પ્રદેશ પ્રભારી તો દુર્ગેશ પાઠક સહ પ્રભારી નિયુક્ત

by JAYENDRA UPADHYAY
0 comments

આમ આદમી પાર્ટીએ કેટલાક રાજ્યો માટે નવા પ્રભારી તેમજ સહ પ્રભારીની નિમણૂક કરી છે. આમ આદમી પાર્ટીની PAC બેઠકમાં ગુજરાત, ગોવા, પંજાબ અને છત્તીસગઢમાં નવા પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.ગુજરાતના પ્રભારી તરીકે ગોપાલ રાયની નિમણૂંક કરવામાં છે જ્યારે સહ-પ્રભારી તરીકે દુર્ગેશ પાઠકની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે ગોવામાં પ્રભારી પંકજ ગુપ્તા તેમજ સહ-પ્રભારી અંકુશ નારંગ જી, આભાસ ચંદેલા અને દીપક સિંગલાને જવાબદારી સોંપવામાં આવી છે. તો પંજાબના પ્રભારી તરીકે મનીષ સિસોદિયાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સહ પ્રભારી તરીકે સત્યેન્દ્ર જૈનની નિમણૂંક કરવામાં આવી છે.આ સાથે સાથે રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દિલ્હી પ્રદેશ પ્રમુખની જવાબદારી સૌરભ ભારદ્વાજને અને જમ્મુ અને કાશ્મીર સંયોજકની જવાબદારી મેહરાજ મલિકને સોંપવામાં આવી છે.

You may also like

Leave a Comment