Breaking News

પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 બેઠકો મળશે.
26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે. નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે. વર્ષ ૨૦૨૫ ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે.
આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે. આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.

About JAYENDRA UPADHYAY

Check Also

આ તો નાયક ફિલ્મ જેવુંઃઆગામી ૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ

રાજ્યના પોલીસ વડાશ્રીએ તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?