આજે રવિવારે જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આ દર્દનાક ઘટનામાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ઘટનાને લઈ સ્થાનિકો સહિતના લોકો દોડી આવ્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક આજે સવારે આશાપુરા હોટલ પાસે એકટીવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, ઘટના સ્થળે જ 3 લોકોના મૃત્યુ થયા હતા. આ તમામ મૃતકો ધ્રોલના ભેંસદડના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિજનો સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
