અબુજા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં નાઈજીરીયાના અબુજા શહેર પહોંચ્યા હતા. એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી જ્યારે નાઈજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા ત્યારે મંત્રી ન્યસોમ ઈઝેનવો વાઈકે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.નાઈજિરિયન લોકો દ્વારા વડાપ્રધાન પ્રત્યે દેખાડવામાં આવેલા વિશ્વાસ અને આદરના પ્રતિક તરીકે ઈઝેનવો વાઈકે પીએમ મોદીને અબુજા શહેરની ચાવી અર્પણ કરી. માહિતી અનુસાર, પીએમ મોદી બંને દેશો વચ્ચેના સંબંધોને મધુર બનાવવા માટે દ્વિપક્ષીય ચર્ચા કરશે, ટ્વિટર પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના હેતુ પર ભાર મૂક્યો.વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘હું થોડા સમય પહેલા નાઈજીરિયા પહોંચ્યો હતો. ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. હું ઈચ્છું છું કે આ મુલાકાત આપણા દેશો વચ્ચે દ્વિપક્ષીય મિત્રતા વધુ મજબૂત કરશે. નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુએ પણ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …