જાન્યુઆરી – ૨૦૨૨ થી લાગુ થનાર વેજ બોર્ડનાં મેમોરેન્ડમ ઓફ સેટલમેન્ટ પર આજરોજ તારીખ ૨૭-૦૯-૨૦૨૪ નાં રોજ મુંબઈ ખાતે સહી સિક્કા થયા છે અને છેલ્લા ઘણા સમયથી વિલંબિત આ મુદા નું સુખદ નિરાકરણ આવેલ છે. આગામી તહેવારોની મોસમ પહેલા જ પગાર સુધારણા નો સુખદ અંત આવતા દીનદયાળ પોર્ટનાં હજારો કર્મચારીઓ અને પેન્સનરોનાં પરિવારોનાં ચહેરા પર ખુશી આવશે અને અહીંની બજારમાં પણ તહેવારો નિમિતે કરોડો ની એરિયર્સની રકમ ઠલવાતાં રોનક આવશે.
ગઇકાલે ડ્રાફટિંગ કમિટીની મિટિંગમાં વેજબોર્ડ નાં એગ્રીમેંટ નું ફાઇનલ લખાણ થાય બાદ આજરોજ વેજબોર્ડ કમિટી નાં અધ્યક્ષ શ્રી રાજીવ જલોટા તથા ફેડરેશનનાં નેતાઓ ની એક મિટિંગ માં મેમોરેન્ડમ ઓફ સેટલમેન્ટ નાં દસ્તાવેજ પર બધા અધિકારીઓ અને નેશનલ કો ઓર્ડિનેશન કમિટી નાં સભ્યો નાં હસ્તાક્ષરો કરવામાં આવેલ હતા.
૦૧ જાન્યુઆરી ૨૦૨૨ થી અમલમાં આવનાર આ સેટલમેન્ટ પાંચ વર્ષ ની મુદત માટે ડિસેમ્બર ૨૦૨૬ સુધી અમલ માં રહેશે. ૩૧-૧૨-૨૦૨૧ નાં બેસિક પગાર તથા ૩૦% મોંધવારી ભથ્થાનાં જોડ પર ૮.૫% સુધીનો પગાર વધારો બધા કામદારો અને પેન્સનરો ને મળશે. હાઉસ રેન્ટ ૧૫% નાં દર પર મળશે તથા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ૧૫૦૦ પ્રતિ મહિના મળશે. ઉપરાંત સ્પેશિયલ એલાઉન્સ તરીકે દરેક કામદાર ને ૫૦૦ દર મહિને મળશે. મેટ્રીક્સ પ્રમાણે પોર્ટ સેક્ટર માં બેસિક પગાર લઘુતમ ૨૯૫૦૦ અને ગુરુતમ ૧૨૮૪૦૦ સુધી નો રહેશે આમ દરેક કામદાર ને દર મહિને ઓછા માં ઓછા દસ હજાર થી લઈ ને પંદર હજાર સુધી બેસિક પગારમાં વધારો મળશે. ઉપરાંત અન્ય ભથ્થાંઓ અને વધારાનો બીજો લાભ
મળશે. આ અંગે કુશળ અકુશળ કામદાર સંઘના પ્રમુખ શ્રીમતી પૂનમબેન જાટ તથા મહામંત્રીશ્રી વેલજીભાઈ જાટ દ્વારા જણાવવામાં આવેલ છે કે નેશનલ ફેડરેશન નાં નેતાઓ સર્વે શ્રી એસ કે શેટે (પ્રમુખ). શ્રી સુધાકર અપરાજ અને વિધાધર રાણે દ્વારા આ સમજૂતીની માહિતી મુંબઈ થી મોકલવામાં આવેલ છે અને તમામ પોર્ટ કામદારો ને શુભેચ્છા પાઠવતા જણાવેલ કે સંગઠન અને શક્તિનાં કારણે જ વેજબોર્ડ પ્રશ્ને આ સહમતી સધાઈ શકી છે.