ભુજના ભીડ નાકે મેમણ મુસાફર ખાના પાસે આવેલા પેટ્રોલ પંપ પર ગત રાત્રે છરીની અણીએ_ ૩૩ હજાર રૂપિયાની લૂંટ કરી નાસી ગયેલાં બે યુવકોને પોલીસે દબોચી લઈને લૂંટનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.મૂળ ભુજ તાલુકાના વરનોરા ગામના વતની અને હાલે ભુજના સીતારા ચોકમાં રહેતા અલ્તાફ ઊર્ફે પંચર ઓસમાણ પટેલ અને રીયાઝ ભચુ મેમણે લૂંટ આચરી હતી. બનાવ અંગે રાત્રે પેટ્રોલ પંપના ૬૫ વર્ષિય કૅશિયરે બંને વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ગત રાત્રે સાડા દસના અરસામાં પંપ પર ૬ કર્મચારીઓ વાહનોમાં પેટ્રોલ રીફીલ કરવાનું કામ કરતાં હતા ત્યારે અલ્તાફ અને રિયાઝે પંપ પર આવી પરવેઝ જુણેજા નામના કર્મચારીને છરી બતાડી પાંચ હજાર રૂપિયા માંગ્યા હતાં. ત્યારબાદ બેઉ જણે કૅશિયર રૂમમાં આવીને ફરિયાદી સાલેમામદ દાઉદ સમાને છરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી પાંચ હજાર રૂપિયા માગ્યાં હતાં. ‘કાલે ઈદનો મોટો દિવસ છે, આવું ના કરો’ કહીને ફરિયાદીએ પૈસા આપવા આનાકાની કરતાં અલ્તાફે છરી લઈને કૅશિયર રૂમ બહાર જઈ ફરી સ્ટાફને છરીની અણીએ ધમકાવવાનું શરૂ કરી રૂપિયા માંગવાનું શરૂ કરેલું.બનાવના પગલે પંપના કર્મચારીઓ ડરી ગયાં હતાં. લૂંટ બાદ ફરિયાદીએ શેઠ વીરેન્દ્ર રાવલ અને પોલીસને જાણ કરેલી. ભુજ એ ડિવિઝન પીઆઈ એ.જી. પરમાર સહિતના પોલીસ કાફલાએ તત્કાળ સ્થળ પર દોડી જઈને નાસી છૂટેલાં બેઉ આરોપીને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યાં હતાં.બંને લૂંટારાને પોલીસે રાત્રે જ દબોચી લીધાંબનાવના બાદ ઈન્ચાર્જ એસપી સાગર બાગમારની સૂચનાના પગલે ભુજ એ અને બી ડિવિઝન પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરેલી. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ બેઉ આરોપીને પોલીસે રાત્રે જ દબોચી લઈ લૂંટેલા ૩૩ હજાર રૂપિયા રીકવર કરી લીધાં છે. બંને હિસ્ટ્રીશીટર છે અને તેમના પર અગાઉ મારામારી, ચોરી, લૂંટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલાં છે. કૅશિયરે શરૂઆતમાં ૪૦ હજાર રૂપિયાની લૂંટ થઈ હોવાનું જણાવેલું બાદમાં હિસાબોની ગણતરી કરીને ૩૩ હજાર રૂપિયાની લૂંટ થઈ હોવાની પોલીસને જાણ કરી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …