નરેન્દ્ર મોદી આજે (9 જૂન, રવિવાર) રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે 7:15 વાગ્યે શપથ લેવડાવશે, જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ 9 જૂન, 2024ના રોજ સાંજે 07.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. બીજેપીના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ અને રાજનાથ સિંહ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને તેલુગુ દેશમ પાર્ટીના એન ચંદ્રબાબુ નાયડુ, જેડી(યુ)ના નીતિશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે સરકારમાં તેમના પ્રતિનિધિત્વના હિસ્સાને અંતિમ સ્વરૂપ આપે તેવી અપેક્ષા છે. પક્ષકારોની સલાહ લેવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહનું જીવંત પ્રસારણ ઈટીવી ભારતના વેબપોર્ટલ પર નિહાળી શકશો.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …