Breaking News

આડેસર પોલીસે ટ્રકના ચોર ખાનામાં છુપાવેલો રૂ.14.83 લાખનો દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો

નાશખોરીના ધંધા સાથે સંકળાયેલા ઈસમો નિતનવા ગતકડાં અપનાવી અંગ્રેજી દારૂનો વેપલો કરવા સદા તત્પર રહેતા આવ્યાં છે. આજ પ્રકારે આંતર રાજ્યથી કચ્છમાં ઘુસાડવામાં આવી રહેલો રૂ.14.83 લાખના અંગ્રેજી દારૂના જથ્થાને આડેસર ચેક પોસ્ટ પરથી પીએસઆઇ બીજી રાવલે બાતમીના આધારે તપાસ કામગીરી દરમિયાન ઝડપી પાડ્યો હતો. ટ્રકના પાછળના ભાગે મગફળીના કોથળાઓની આડમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી લાખોની કિંમતના અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવાયો હતો. કુલ રૂ.29.96 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા 1 આરોપી સહિત કુલ 4 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ અધિક્ષકથી સાગર બાગમારની સૂચના અંતર્ગત ગેરકાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા તા.29 અને 30 બે દિવસની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને નાયબ પોલીસવડા સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સર્કલ રાપર પોલીસ ઈન્સપેક્ટર વીકે ગઢવી હાજરીમાં આડેસર પીએસઆઇ બીજી રાવલને મળેલ બાતમી આધારે આડેસર પોલીસ ચેક પોસ્ટ ખાતેથી ટ્રક નં RJ 07 GC 3229 વાળાના પાછળના ભાગે મગફળીના કોથળાઓની આડમાં બનાવેલ ખાસ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા રાજસ્થાનના દેવુ ઉર્ફે જાલોર જિલ્લાના 28 વર્ષીય દેવીલાલ પ્રભુરામ ઢાકા (બિશ્નોઈ)ને ઝડપી લેવાયો હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજના હમીરસર તળાવની સ્વામિનારાયણ મંદિરના આયોજન હેઠળ મહા સફાઈ અભિયાન હાથ ધરાયું

ઐતિહાસિક શહેર ભુજની મધ્યમા આવેલું કચ્છનું માનીતું હમીરસર તળાવ આજે સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં સ્વચ્છ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?