જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 3 જવાનો શહીદ થઈ ગયા છે. કુલ પોલસી અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં કુલગામ જિલ્લાના હલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓ હોવાની સૂચના આપી હતી. જે બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર કરેલા ગોળીબાર બાદ સર્ચ ઓપરેશન અથ઼ડામણમાં બદલાઈ ગયું હતું, જેમાં જવાબી કાર્યવાહી કરાઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, ગોળીબારીમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ થઈ ગયા અને ઈલાજ દરમ્યાન તેમના મોત થઈ ગયા.
કુલગામમાં હલાનના ઊંચા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્તચર જાણકારી મળવા પર સુરક્ષા દળોએ 4 ઓગસ્ટે ઓપરેશન શરુ કર્યું હતું. આતંકવાદીઓની સાથે ગોળીબારીમાં ત્રણ જવાન ઘાયલ થઈ ગયા અને બાદમાં શહીદ થઈ ગયા હતા. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાના અધિકારીએ કહ્યું કે અથડામણવાળા વિસ્તારમાં વધારે ફોર્સ મોકલાઈ છે અને સર્ચ ઓપરેશન ઝડપી બનાવી દીધું છે.