વાગડ વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત ના વિસ્તારોમાં આસ્થા નુ પ્રતિક એવા રાપર તાલુકાના રવ ગામે આવેલ પાંડવ કાલીન સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજી ના મહંત ગંગાગીરી બાપુ આજે દેવલોક પામ્યા હતા તેઓ છેલ્લા પચ્ચીસ વર્ષ થી વધુ સમય થી રવેચી મંદિર ના મહંત તરીકે બિરાજમાન હતા તેમના નિધન થી સેવકગણ મા શોક ની લાગણી ફેલાઇ છે આજે સવારે દશ વાગ્યે એમની પાલખીયાત્રા નીકળી હતી જેમાં રવ નાની રવ ડાવરી જેસડા રાપર ભચાઉ સહિત સમગ્ર વાગડ અને સૌરાષ્ટ્ર કચ્છમાં થી સેવકો ઉપસ્થિત રહ્યા હતા રવેચી મંદિર ના પ્રાંગણમાં તેમના નશ્વર દેહ ને સમાધિ આપવામાં આવી હતી જેમાં રાપર ના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજ ના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા રાજપૂત સમાજ ના પ્રમુખ રાજુભા જાડેજા ગોડજી ભટ્ટી રાશુભા જાડેજા જિલ્લા પંચાયત ના ઉપ માજી વણવીરભાઈ સોલંકી રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ભિખુભા સોઢા સહિતના આગેવાનો અને સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા મહંત ગંગાગીરી બાપુ ના નશ્વર દેહ ને રવેચી મંદિર ના પ્રાંગણમાં ભાવિકો ના દર્શનાર્થે રાખવા મા આવેલ તેમની પાલખી યાત્રા દ્વારા સમાધી સ્થળ પર સમાધિ આપવામાં આવી હતી મહંત ગંગાગીરી બાપુ દેવલોક પામતા તેમના સેવકો મા શોકની લાગણી પ્રસરી હતી
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …