કચ્છમાં આવતા ભૂકંપના આંચકનો સીલસીલો આજ દિજ સુધી યથાવત રહેવા પામ્યો છે. મધરાત્રે 12.12 મિનિટે ભુજ તાલુકાના દુર્ગમ ખવડાથી 22 કિલોમીટર દૂર મોટી ધ્રધર ગામ નજીક 3.3ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે અંકિત થયો હતો. દરમિયાન સતત આવતા રહેતા આફ્ટર શોકના કારણે કચ્છના પેટાળમાં ગતિવિધિ થઈ રહ્યાનું સામે આવતું રહે છે, જોકે ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લાના પેટાળમાં જમા થતી ઉર્જા સમયાંતરે લઘુ અને મધ્યમ કક્ષાના આંચકા રૂપે ઉપાર્જિત થઇ જતી હોવાથી મોટા ભૂકંપની શક્યતા ટળી જતી હોવાનું આ પૂર્વે જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી ચૂક્યું છે. અલબત્ત મધરાત્રીએ આવેલા આંચકાથી સ્થાનિકે કોઇ નુકસાની પહોંચી ના હતી.જિલ્લા મથક ભુજથી ઉત્તર દિશાએ આવેલા રણ કાંધી ના ખાવડા નજીક મધરાત્રે 3.3ની તિવ્રતા નો આંચકો આવ્યો હતો , આ પૂર્વે આજ મહિનામાં ગત તા. 5ના દુધઈથી 22 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ રણ કાંઠા તરફ 3.2ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો તે આંચકો પણ મધરાતના 3.4 મિનિટે નોંધાયો હતો.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …