ભુજ તાલુકાના કુકમાં ગામે રાત્રિ ફરજ નિભાવતા ગૃહ રક્ષક દળના જવાનો ઉપર શંકાસ્પદ ઇસમોએ ઝનૂની હુમલો કરી દેતા ત્રણ હોમગાર્ડ ઘવાયા હોવાની ઘટના બની હતી, બહાદુરી દાખવાનાર ત્રણેય જવાનોને ઇજાની સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના ગામના સોનલ કૃપા વિસ્તારમાં બની હતી, જ્યાં પસાર થતા ઇસમોને અટકાવવા જતા ચાર પૈકી ત્રણ ઈસમો પહેલા બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા અને બાદમાં પકડાયેલા સાથીને છોડાવવા પરત આવી પથ્થરમારો કરી દીધો હતો, જ્યારે ઝડપી પડાયેલા શખ્સે હોમગાર્ડના જવાનોને બચકા ભરી ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે પધ્ધર પોલીસે પકડાયેલા આરોપીને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …