રક્ષાબંધન 30મી એ કે 31મીએ? જાણો ક્યારે બાંધવી રાખડી

અમદાવાદ

રક્ષાબંધન એટલે ભાઇ બહેનના પ્રેમનો તહેવાર, પરંતુ બહેને ભાઇને રાખડી ક્યારે બાંધવી તેને લઇને જ્યોતિષીઓમાં મતમતાંતર છે. કેટલાક જ્યોતિષીઓનું એમ પણ માનવું છે કે આ વખતે ૩૦ ૩૧ ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન ઉજવી શકાશે. જોકે, બે દિવસ રક્ષાબંધન ઉજવવા અંગે ઇન્કાર કરતાં એક જ્યોતિષીએ જણાવ્યું કે, ‘આ વર્ષે ગુજરાતમાં રક્ષાબંધન બે દિવસ નહી એક જ દિવસ ઉજવાશે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂણમા તિથિ ૩૦ ઓગસ્ટની સવારે ૧૦:૫૮થી ૩૧ ઓગસ્ટની સવારે ૭:૫૮ સુધી ની રહેવાની છે.
ઉલ્લેખનીય છેકે, શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જોકે, આ વખતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી ૩૦ ઓગસ્ટે કરવી કે ૩૧ ઓગસ્ટના તે મામલે મતમતાંતર છે. કેટલાક જ્યોતિષીઓના મતે ૩૦ રક્ષાબંધન ઓગસ્ટના રાત્રે ૯:૦૫થી રાત્રે ૧૦:૫૫ નારાખડી બાંધવા માટે જ મુહૂર્ત છે. બીજી તરફ કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે ધાર્મિક રીતે ૩૧ ઓગસ્ટ-ગુરુવારના આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે, સમગ્ર દિવસ શુદ્ધ છે.શક્તિપીઠ અંબાજી, ડાકોર અને દ્વારિકામાં આ વખતે ૩૧ ઓગસ્ટના રોજ શ્રાવણી પૂનમની ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધનની જાહેર રજા ભલે 30 ઓગસ્ટના હોય પણ ધાર્મિક રીતે તેને 31 તારીખે મનાવવામાં આવશે. જોકે, દ્વારિકામાં 30મી ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યા બાદ કાળિયા ઠાકોર એટલેકે, ભગવાનની જનોઈ બદલવાની વિધિ કરવામાં આવશે. જ્યારે ત્યાં પૂનમ 31 ઓગસ્ટે જ મનાવવામાં આવશે. આમ, રક્ષાબંધનનો શુભ સમય ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૫૮થી ૩૧ ઓગસ્ટના રોજ સવારે ૭.૫૮ સુધીનો રહેશે એવું પહેલી નજરે માનવામાં આવે છે. પરંતુ ભદ્રા વિષ્ટિ કરણ દોષ ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૫૮ના શરૂ થશે અને તે જ દિવસે રાત્રે ૯:૦૧ વાગ્યે સમાપ્ત થશે. એટલે કે બહેનો રાત્રે ૯:૦૧ વાગ્યાથી બીજે દિવસે સવારે ૭:૦૫ વાગ્યા સુધી રાખડી બાંધી શકશે તેવું જણાવવામાં આવે છે પરંતુ તે પણ અધૂરું અને ભૂલ ભરેલું છે.
ધાર્મિક રીતે 31 ઓગસ્ટને ગુરુવારના રોજ આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને આખો દિવસ ચોખ્ખો અને શુદ્ધ છે. તેના મુખ્ય કારણો એવા છેકે, સવારે સૂર્યોદય સમયે 6.22 મિનિટે પૂર્ણિમા તિથિ છે. જેથી આખો દિવસ રાખડી બાંધી શકાશે. એજ કારણ છેકે, અંબાજી, ડાકોર, દ્વારિકા સહિતના ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં 31 ઓગસ્ટના રોજ જ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. તેથી કોઈપણ શંકા મનમાં રાખ્યા વિના બહેન પોતાના ભાઈને 31 ઓગસ્ટે ગમે ત્યારે રાખડી બાંધીને રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરી શકશે. આ દિવસે ભદ્રા વિષ્ટિ કરણનો કોઈ જ અશુભ દોષ નથી.

About vishal upadhyay

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »