IMDની વેબસાઈટ મુજબ, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે.
ગુજરાતના પોરબંદર તરફ બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. હાલ વાવાઝોડું 460 કિમી પોરબંદરથી દુર અને દ્વારકાથી 510 અને નલિયાથી 600 કિમી દૂર છે. તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના વધી છે.
વાવાઝોડું ટકરાતા સમયે પવનની ગતિ ૧૨૫ થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે