બિપોરજોય’ વાવાઝોડાનો ટ્રેક બદલાયો વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન હાલ વાવાઝોડું પોરબંદરથી 640 કિમી દૂર માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ રખાયું
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી ગઈ છે. વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં બદલાયું છે. હાલ વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 640 કિલોમીટર દૂર છે. ત્યારે આજથી વાવાઝોડું વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત થઈ શકે છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે આગળ વધી રહ્યું છે .
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલતા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી. છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 11 કિમિ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ આગળ વધ્યું છે. ધીમી ગતિએ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. સવારે 6 વાગ્યા ની સ્થિતિએ ચક્રવાત હાલ પોરબંદર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ કિનારેથી દરિયામાં 640 કિમિ દૂર છે. ધીમી ગતિએ ગુજરાતના દરિયા કાંઠાની નજીક બિપોરજોય આવી રહ્યું છે. ત્યારે હવે તેની અસર દેખાવાની શરૂઆત થશે