હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 28 અને 29 મે એ કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 28 અને 29 મેએ કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. આ સાથે રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. પોરબંદર, પાટણ, મહેસાણામાં વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.