ગુજરાતમાં નવી જંત્રીનો અમલ આજે 15 એપ્રિલથી થવાનો છે. ગુજરાત સરકારે તાજેતરમાં જ નવી જંત્રીનો ભાવ જાહેર કર્યો હતો. ખેતી અને બિનખેતી જમીનની જંત્રીના દરોમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રહેણાંક મકાનોની જંત્રીના ભાવમાં 1.8 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેવી રીતે ઓફિસની જંત્રીના ભાવમાં 1.5 ગણો વધારો કરાયો છે અને દુકાનની જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કરાયો છે. આજથી રાજ્યભરમાં નવી જંત્રીનો અમલ થશે. જૂના દસ્તાવેજ, સહીઓ હશે તો જૂની જંત્રી માન્ય ગણાશે. જૂની જંત્રી 4 મહિના સુધી માન્ય ગણાશે.
તા.૧૫/૦૪/૨૦૨૩થી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે.
(૧) રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧માં તા. ૦૪/૨/૨૦૨૩થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.૧૫/૦૪/૨૦૨૩થી કરવાનુ અગાઉ તા. ૧૧/૨/૨૦૨૩ના ઠરાવથી ઠરાવેલ.
(ર) આ દરોમાં..
(ક) ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ
(ખ) જયારે Composite rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે ૧.૫ ગણા (દોઢા) કરવાનું, તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ
(ગ) જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા. ૧૮/૪/૨૦૧૧ની ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો તા. ૪/૨/૨૩થી બે ગણા કરેલ તેના બદલે હવે તા. ૧૫/૪/૨૦૨૩થી આ દર ૧.૫ ગણા (દોઢા) કરવાનું આથી ઠરાવવામાં આવે છે.