Breaking News

7,655 કરોડની હોમ લોન અટવાઈ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના 1,13,603 ખાતાધારકોએ માસિક હપ્તા (EMI) ચૂકવ્યા નથી

માહિતીના અધિકાર (RTI) કાયદામાં વિગતો જાહેર બહાર આવી છે કે નાણાકીય વર્ષ 2018-19 થી 2022-23 વચ્ચે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના 1,13,603 ખાતાધારકોએ સમયસર માસિક હપ્તો (EMI) ચૂકવ્યો ન હતો. તેમને આપવામાં આવેલી 7,655 કરોડ રૂપિયાની હોમ લોન અટવાઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દેશની સૌથી મોટી બેંકે આવા 45,168 ખાતાધારકોની રૂ. 2,178 કરોડની ફસાયેલી હોમ લોનને રાઈટ ઓફ કરી છે.

આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે જણાવ્યું કે એસબીઆઈએ તેમને આરટીઆઈ એક્ટ હેઠળ આ ડેટા આપ્યો છે. આ આંકડાઓને ટાંકતા તેમણે કહ્યું કે SBIએ વર્ષ 2018-19માં રૂ. 237 કરોડ, 2019-20માં રૂ. 192 કરોડ, 2020-21માં રૂ. 410 કરોડ, 2021-22માં રૂ. 642 કરોડ અને 2022-2022માં રૂ. 697 કરોડના ફસાયેલા રાઈટ ઓફ કરાયા છે.

 

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »