Breaking News

32 વર્ષની પરિણીત મહિલા સાથે દૂધ વેચનારાએ ઘરમાં ઘુસીને રેપ કર્યો

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 32 વર્ષની પરિણીત મહિલા સાથે દૂધ વેચનારાએ ઘરમાં ઘુસીને રેપ કર્યો. આ દરમ્યાન બોયફ્રેન્ડે મહિલાના અશ્લીલ વીડિયો પણ બનાવી લીધા. મહિલા તેનો વિરોધ કરતી રહી, પણ તે તેને લગ્નની લાલચ આપીને સતત હવસનો શિકાર બનાવતો રહ્યો. તેના બ્લેકમેલિંગથી કંટાળીને પરિણીતાએ મહારાજપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેના પર આઈટી એક્ટ અંતર્ગત કેસ નોંધી લીધો છે. પોલીસ તેની સાથે પુછપરછ કરી રહી છે.

પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, તેનો પતિ ફોજમાં છે. જયવીર બઘેલ નામનો યુવક તેના ઘરે દૂધ દેવા આવતો હતો. આ દરમ્યાન તેની સાથે દોસ્તી થઈ ગઈ. બાદમાં તે તેનો બોયફ્રેન્ડ બની ગયો. આ વર્ષે 13 જાન્યુઆરીએ જ્યારે તે ઘરે એકલી હતી, તો મોકો જોઈને જયવીરે તેનો રેપ કર્યો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, આરોપીએ રેપ કરવા દરમ્યાન અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી લીધા હતા.

આ દરમ્યાન મહિલાએ તેનો જબરદસ્ત વિરોધ કર્યો, તો આરોપીએ થોડા દિવસ પહેલા અશ્લીલ ફોટો અને વીડિયો વાયરલ કરી દીધા. આ વીડિયો મહિલાના સંબંધીઓ અને પતિ સુધી પહોંચ્યા.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »