સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે હડકવાના લક્ષણો સાથે દાખલ થયેલા 62 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. ચાર મહિના પહેલાં બાદ હડકવાના લક્ષણો દેખાતા તથા પાણી અને લાઈટથી ગભરાતા વૃદ્ધમાં હડકવાના લક્ષણ દેખાયા હતા.
દરરોજ 250 કરતાં વધુ લોકોને શ્વાન કરડવાના મામલા સામે આવી રહ્યા છે. આ તમામ લોકો હડકવાની રસી પણ લેતા હોય છે, પણ કેટલાક લોકો સ્વાથ્ય મામલે ઉદાસીન હોય છે. જેને લઈને તેમને હડકવા જેવો રોગ થતો હોય છે. ત્યારે મૂળ સાગબારા ગોર આમલી ગામના અને હાલમાં સુરતના વેડરોડ ખાતે રહેતા 62 વર્ષીય જ્ઞાનસિંહ વસાવાને આજથી ચાર મહિના પહેલા શ્વાન દ્વારા કરડવામાં આવ્યું હતું.
જે તે સમયે સારવાર ન લેતા તેમનામાં હડકવાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા આજે વહેલી સવારે તેમનું મોત થયું હતું.