શેરબજારમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો છે. આખા અઠવાડિયામાં ત્રણ દિવસ જ ટ્રેડિંગ થઈ શક્યું છે. હવે બાકીના ત્રણ દિવસ માટે રજાઓ રહેશે. ચાલુ અઠવાડિયે મહાવીર જયંતિના કારણે મંગળવારે શેર બજાર, કોમોડિટી માર્કે, કરન્સી સહિતના માર્કેટ બંધ રહ્યા હતા. તો આવતીકાલે શુક્રવારે પણ ગુડ ફ્રાઇડેના કારણે માર્કેટમાં ટ્રેડિંગ થઈ શકશે નહીં. આગામી તારીખ 7 એપ્રિલે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજારમાં રજા રહેશે તેવું BSE પર ઉપલબ્ધ જાણકારી કહે છે.
