તા.૭/૪/૨૩ થી ભુજ સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થશે – સાંસદ શ્રી વિનોદ ચાવડા

સાંસદ તથા કચ્છના જન પ્રતિનિધિશ્રીઓ અને લોક માંગણી ને ધ્યાને લઈ તા.૭ એપ્રિલ ૨૦૨૩ થી ભુજ – સાબરમતી વચ્ચે સમર સ્પેશિયલ ઈંટરસીટી શરૂ થશે. કચ્છ અને અમદાવાદ વચ્ચે એક જ દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરી પરત આવન – જાવન થઈ શકે માટે ખૂબ જ લાંબા સમય થી કચ્છ ની જનતા વતી સાંસદ દ્વારા કેન્દ્ર સરકાર પાસે અવાર – નવાર રજૂઆતો કરવામાં આવતી – કચ્છ ના જન પ્રતિનિધિ ઓ દ્વારા પણ સરકારશ્રી અને સાંસદ પાસે રજૂઆતો કરવામાં આવતા તા. ૭/૪/૨૩ થી ભુજ સાબરમતી (ટ્રેન નંબર – ૦૯૪૫૬) સવારે ૬ઃ૫૦ થી નીકળી બપોરે ૧ઃ૩૦ સાબરમતી પહોંચશે તેવીજ રીતે સાબરમતી થી (ટ્રેન નંબર – ૦૯૪૫૫)સાંજે ૫ઃ૪૦ વાગ્યે રવાના થઈ રાત્રે ૧૧ઃ૫૦ મિનિટે ભુજ આવશે.બસ અને લક્ઝરીઓ માં કંટાળા જનક પ્રવાસને બદલે લોકોની તકલીફો – સમય તથા મોંઘા ભાડા થી પ્રજાને રાહત થશે. અને વેપાર – વણજ જેવા કાર્યો ના મુખ્ય હબઅમદાવાદ માં કામ પતાવી પરત કચ્છ એક જ દિવસમાં આવી શકાશે.

ભુજ – સાબરમતી સમર સ્પેશિયલ ઈંટરસીટી ટ્રેન શરૂ થતાં સાંસદશ્રી એ ખુશી વ્યક્ત કરતાં ઉપરોક્ત બાબતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા રેલ્વેમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ તથા રેલ્વે મંત્રાલય નો આભાર માન્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ પ્રત્યે સદૈવસંવેદનશીલ અભિગમ ધરાવી કચ્છની જનતાની માંગણીઓને પ્રાધાન્ય અપાય છે તેવું સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.

About JAYENDRA UPADHYAY

Check Also

રાપરના કાનમેર ગામે થયેલ જુથ અથડામણમા થયેલ મર્ડરના આરોપીઓને પકડી પાડતી સામખીયાળી પોલીસ

શ્રી સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન અનવ્યે અરસામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »