એક ગામ એવું છે જયાં માત્ર છોકરીઓનો જ જન્મ થયો છે. 400 લોકોની વસ્તી ધરાવતું આ રહસ્યમયી ગામ પોલેન્ડમાં આવેલું છે જેનું નામ મિજેસ્કે ઓડ્રેજન્સકી છે. ગામના લોકો પુત્ર કે પુત્રીના ભેદમાં માનતા નથી.
પુત્રીઓને પણ કોઇ પણ ભેદભાવ વગર ઉછેરે છે પરંતુ તેઓ આ રહસ્યને સમજવા માંગે છે. વૈજ્ઞાનિકોને આ ગામ વિશે ખબર પડી તો તેઓએ આ ગામ પર સંશોધન પણ કર્યું પરંતુ તેઓ તેનું ચોક્કસ કારણ શોધી શક્યા નહીં. તે જ સમયે, આ ગામનું રહસ્ય દરેક માટે એક કોયડો છે. ગામના સંચાલકે જેના ઘરે પુત્ર જન્મે તેને ઇનામ આપવાની વિચિત્ર જાહેર કરી હતી. જો કે લોકો માને છે કે પુત્ર કે પુત્રી ભગવાનના હાથમાં છે. બહારથી આવતા અનેક લોકો કુતૂહલ વશ મુલાકાત લે છે.જેન્ડર રેસિયો એક સરખો નથી તે હકિકત છે. ગામ લોકો સાથે વાતચિત કરે છે પરંતુ ગામ લોકો કશું જ જાણતા નથી.