કેન્દ્ર સરકારે આધાર-પાન લિંકિંગને લઈને લોકોને એક મોટી રાહત આપી દીધી છે. સરકારે આધાર-પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 મે 2023થી વધારીને 30 જુન 2023 કરી નાખી છે. 31 માર્ચ 2023ને આડે ત્રણ દિવસ બાકી રહ્યાં હોવાથી લોકો આ બન્ને દસ્તાવેજો જોડવા માટે દોડાદોડી કરતાં હતા જેને કારણે લોકોને મોટી તકલીફ પડી રહી હતી.
આ રીતે લોકોને હવે આ બન્ને દસ્તાવેજોના જોડાણ માટે 3 મહિનાનો વધુ સમય મળશે. અત્યાર સુધી છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હોવાથી લોકો લિંક માટે દોડાદોડી કરતાં હતા. આ માટે સરકારે 1 હજાર રુપિયાની ફી નક્કી કરી હતી. સરકાર દ્વારા અગાઉ એવું પણ કહેવાયું હતું કે 31 માર્ચ 2023 પછી આધાર-પાન લિંક માટે 10,000 રુપિયાનો દંડ લાગશે જોકે હવે લોકો આ બન્ને મહત્વના દસ્તાવેજો જોડાવા માટે વધુ 3 મહિનાનો સમય મળી ગયો છે.