ચિલ્હિયા વિસ્તારમાં લગ્નના દિવસે દુલ્હનની હલ્દી થઈ રહી હતી. આ વચ્ચે નાચતા નાચતા અચાનક ભાઈનું મોત થઈ ગયું. પરિવારના લોકોએ ઘરમાં મૃતદેહ રાખીને જાનૈયાઓનું સ્વાગત કર્યું.
જાનૈયા અને લગ્નની વિધિ પુરી કરવામાં આવી. બાદમાં દુલ્હન અને જાનૈયાઓને વિદાય આપવામાં આવી. ત્યાર બાદ પરિવારના લોકોએ મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો.
ચિલ્હિયા વિસ્તારના રહેવાસી લોચન ગુપ્તાએ પોતાની દિકરીના લગ્ન જનપદ ગોરખપુરના સિંઘોરવા ગામમાં નક્કી કર્યા હતા. 13 માર્ચે તેમના લગ્ન થવાના હતા. સોમવારે સાંજે જાન આવવાની હતી અને દિવસે દુલ્હનની હલ્દીની વિધિ ચાલતી હતી.
આ વચ્ચે ઘરમાં હોમ થિયેટર પર ગીત વાગી રહ્યા હતા અને બધા ડાન્સ કરી રહ્યા હતા. દુલ્હનનો 19 વર્ષીય ભાઈ બૈજુ પણ ખુશીથી ડાન્સ કરી રહ્યો હતો. તેની વચ્ચે તે નાચતા નાચતા અચાનક પડી ગયો. બૈજુ પડવા બાદ બેભાન થઈ ગયો અને તેને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
પરિવારના જણાવ્યા અનુસાર તેનું મોત હાર્ટ એટેકના કારણે મગજની નસ ફાટવાના કારણે થયું છે. ત્યાં જ બૈજૂના નિધનની જાણકારી મળી તો મંગળ ગીત ગાઈ રહેલી મહિલાઓ રોવા લાગી.
જોત જોતામાં લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ. ઘટના બાદ દુલ્હાની તરફથી અમુક લોકોને લઈને ચિલ્હિયા પહોંચ્યા. ત્યાર બાદ ત્યાં લગ્નની વિધિ પુરી કરવામાં આવી.
દુલ્હનના પિતાએ સવારે ચાર વાગ્યા પોતાની દિકરી અને જાનૈયાઓને વિદાય કરી બૈજૂના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધો. ત્યાં જ ભાઈના મોત બાદ દુલ્હન તેના મૃતદેહ પાસે બેસીને રોતી રહી. ત્યાં જ તે વારંવાર કહેતી રહી કે, ” આંખો ખોલો બાબૂ, હું જઈ રહી છું”