વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થયું છે. તેઓ તેમના ઘરના બાથરૂમમાં લપસી જતા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત બાદ તરત જ તેમને ગુડગાંવની પ્રતિક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
વેદ પ્રતાપ વૈદિક હિન્દી ભાષાના જાણીતા પત્રકાર હતા, તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લી વખત તેઓ અખબારોમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી હાફિઝ સઈદનો ઈન્ટરવ્યુ લીધો હતો. તેમના ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી.