સુરત શહેરમાં મિત્રો સાથે ડાન્સ કરતા સમયે યુવાનનું મોત નિપજ્યું હતું. ડાન્સ કરતા કરતા યુવક અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ મિત્રોએ 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આમ ખુશીનો તહેવાર અચાનક માતમમાં ફેરવાયો હતો.
ધુળેટીના દિવસે દુઃખદ ઘટના બનતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું
