ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષા 3થી 21 એપ્રિલ દરમિયાન લેવાશે. મહત્વનું છે કે, સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં પરીક્ષાનો કાર્યક્રમ સમાન રહેશે. આ સાથે તમામ સ્કૂલમાં પરીક્ષાનું સમયપત્રક પણ એક જ રહેશે.
રાજ્યભરમાં આગામી તા.14મી માર્ચના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. આ તરફ હવે ધોરણ 3 થી 8ની પરીક્ષાની તારીખો પણ સામે આવી છે. ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષા 3થી 21 એપ્રિલ દરમિયાન લેવાશે. જેને લઈ જિલ્લા કક્ષાએ આ પરીક્ષાના પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.