હૃદય રોગથી પીડાતા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે જેમ કે પરસેવો થવો, ધબકારા વધી જવા, બેચેની થવી આ તેના મહત્ત્વના લક્ષણો છે. પરંતુ તેની અવગણના પણ ના કરવી જોઇએ. એ સમયે એ જાણવું જરૂરી હોય છે કે આ દુખાવો કાર્ડિયાક અરેસ્ટનો છે કે નોન-કાર્ડિયાકના કારણે થાય છે.
ઘણાં લોકો દુખાવા વગર અથવા તો સાયલન્ટ હાર્ટ અટેકથી પીડાતા હોય છે. આમાં લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળે છે, અને છાતીમાં સામાન્ય દુખાવો પણ થતો નથી. આ પ્રકાના લક્ષણો એ વ્યક્તિઓમાં જોવા મળે છે જેને ડાયાબિટીસ છે અને જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે. ક્યારેક આ પ્રકારના સાયલન્ટ અટેક એ લોકોમાં પણ જોવા મળે છે
હૃદયની સમસ્યા અને અન્ય સ્વાસ્થ્યના કારણે થતાં દુખાવાને ઓળખવો મહત્ત્વપૂર્ણ બની જાય છે. જો કે આ બંને વચ્ચેનું અંતર ઓળખવું ખૂબ જ પડકારરૂપ હોય છે
