ટ્રેનમાં યાત્રા દરમિયાન કિન્નર આવે છે અને પૈસા માગે છે. કેટલીય વાર તેમના દ્વારા જબરદસ્તી કરવામાં આવે છે. તો વળી ઘણી વાર કિન્નરો દ્વારા મુસાફરોને પરેશાન પણ કરવામાં આવે છે. પણ તેની સાથે જોડાયેલ એક કેસ સામે આવ્યો છે. જ્યાં ટ્રેનમાં કિન્નરોને પૈસા માગવા ભારે પડ્યું છે.
પૂર્વ મધ્ય રેલવેના ત્રણ દિવસીય વિશેષ અભિયાન રેલવે સુરક્ષાદળ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન 85 કિન્નરોને મુસાફરો દ્વારા મળેલી ફરિયાદના આધાર પર ધરપકડ કરી છે. આ દરમિયાન રેલવેએ કિન્નરૌ પાસેથી 64 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
રેલવે રુટ પર ટ્રેનોમાં મુસાફરીથી પરેશાન કરવાના આરોપમાં 85 કિન્નરો અને ટ્રાંસજેન્ડરની ધરપકડ કરી છે અને 64 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.