સીબીઆઈએ દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂછપરછ દરમિયાન સહકાર ન આપવા બદલ રવિવારે (26 ફેબ્રુઆરી) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. હવે સિસોદિયાએ તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલદી સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર CJIએ કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટમાં જાય અથવા અન્ય કાયદાકીય વિકલ્પો અપનાવે. જોકે, એડવોકેટ સિંઘવીની વિનંતી પર ચીફ જસ્ટિસે થોડા સમય પછી સુનાવણી કરવાની વાત કરી હતી.
બીજી તરફ સીબીઆઈએ મનીષ સિસોદિયાની પૂછપરછ શરૂ કરી દીધી છે. સીબીઆઈએ સિસોદિયા માટે પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી છે. ધરપકડ બાદ સિસોદિયાની આ પહેલીવાર પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ ફરી એકવાર નવેસરથી તપાસ શરૂ કરી છે.